Published By : Aarti Machhi
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતરીયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો જે શક્તિનાથ થઇ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.