Home Bharuch ભરુચ તાલુકાનાં વેસદડા ગામના આહિર ફળિયામાંથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાઇ…

ભરુચ તાલુકાનાં વેસદડા ગામના આહિર ફળિયામાંથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાઇ…

0

Published By:-Bhavika Sasiya

ભરુચ એલસીબીએ બાતમીના આધારે પિસ્ટલ સાથે પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડ્યા.

હથિયાર વેચાણ આપનાર બેને વોન્ટેડ જાહેર કરાયા.

ભરુચ એલસીબીએ ભરુચ તાલુકાનાં વેસદડા ગામના આહિર ફળિયામાંથી દેશી બનાવટની પિસ્ટલ સાથે પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરુચ જીલ્લામાં આવેલ ઔધ્યોગિક વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા અવાર નવાર કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે. પરપ્રાંતીય ઇસમોની ગુનાખોરી ડામવા સતત પગલાં લઈ રહ્યું છે.જેને લઈ ભરુચ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઇરફાન અબ્દુલ સમદ સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરુચ તાલુકાનાં વેસદડા ગામના આહિર ફળિયામાં રહેતો મુકેશ મારવાડી ગેરકાયદેસર રીતે હથિયાર રાખે છે અને હાલ તે આહિર ફળિયામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળા ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને મોબાઈલ ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે ઝડપાયેલ ઇસમને હથિયાર અંગે પૂછપરછ કરતાં તે ભરુચ-દહેજ માર્ગ ઉપર કેશરોલ ગામના પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો હોય ત્યાં ડીઝલ ભરાવવા આવતા ટેન્કર ચાલક શેરું અને અન્ય ઈસમ પાસેથી આ પિસ્ટલની ખરીદી કરી હોવાનું જણાવ્યુ હતું પોલીસે તે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version