- ભરૂચ વહીવટી તંત્ર,એસટી વિભાગ સહિત શૈક્ષણિક સંસ્થાઓ પણ તિરંગા યાત્રા જોડાઈ
Published By : Aarti Machhi
હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર,એસટી વિભાગ સહિત સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદ કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરવામા આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી,ગ્રામ્ય મામલદાર માધવી મિસ્ત્રી,સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરુચની બી.ઇ.એસ.યુનિયન હાઈસ્કુલ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ ‘ત્રિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.જે તિરંગા યાત્રા સ્કૂલથી નીકળી સોનેરી મહેલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરી શાળામાં પરત ફરી હતી.
આ તિરંગા યાત્રામાં શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, શાળાના શિક્ષકગણ અને સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચના સંજય તલાટી સભ્યો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.જ્યારે દીપક ઉપાધ્યાય અને સંદીપ રાણાએ તેમના મધુર કંઠે દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા.