Home News Update એલર્ટ : ગૂગલ-માઇક્રોસોફ્ટના 3 લાખ વપરાશકર્તાઓ પર મોટી આફત… બૅન્ક એકાઉન્ટ ખાલી...

એલર્ટ : ગૂગલ-માઇક્રોસોફ્ટના 3 લાખ વપરાશકર્તાઓ પર મોટી આફત… બૅન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાનો ડર…

0

Published By : Aarti Machhi

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ પર ફરી એકવાર મોટું સંકટ આવી શકે છે. ગૂગલ ક્રોમ તેમજ માઇક્રોસોફ્ટ એજના બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હેકર્સ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજની મદદથી કોમ્પ્યુટરમાં સેવ કરેલા સંવેદનશીલ ડેટા, બૅન્કિંગ વિગતો અને પાસવર્ડ મેળવી શકે છે. સાયબર સિક્યોરિટીના રિપોર્ટ પ્રમાણે, માલવેર ધરાવતા આ બ્રાઉઝર વર્ષ 2021થી યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી હેકિંગથી દુનિયાભરમાં ઓછામાં ઓછા 3 લાખ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ વપરાશકર્તાઓ પ્રભાવિત થયા છે.

માલવેર એક્સ્ટેન્શન્સન અત્યંત જોખમી માનવામાં આવે છે. માહિતી પ્રમાણે આ એક્સટેન્શન્સ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે યુઝર્સના બ્રાઉઝિંગ અનુભવને સારો બનાવવાનું કામ કરે છે. હેકર્સના માલવેર એક્સ્ટેન્શન વાસ્તવિક ટૂલ્સ જેવા દેખાય છે અને તેને કંઈપણ શંકા કર્યા વિના વપરાશકર્તા ઇન્સ્ટોલ કરે છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ હેકર્સને સિસ્ટમમાં પાસવર્ડ્સ, બ્રાઉઝિંગ ઇતિહાસ અને બૅન્ક વિગતો સહિત સંવેદનશીલ ડેટાની ઍક્સેસ આપે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version