Published by : Anu Shukla
ભરૂચની જનતા આનંદ લૂંટી શકે તે હેતુથી જૂના ભરૂચમાં આવેલ ખત્રીવાડમાં વસતા ખત્રી સમાજે ફનફેરનું આયોજન કરેલ છે. જે તારીખ 22/1/23 ના રોજ રાખેલ છે. જેની કોઈ એન્ટ્રી ફી નથી. આ કાર્યક્રમમાં જાહેર આમંત્રણ છે. શહેરના બધા ભાઈઓ -બહેનો આવી શકશે. ફનફેર મ્યુઝિક સાથે રાખેલ છે. ફનફેરમાં ટેલેન્ટ શૉ પણ રાખેલ છે. આ ટેલેન્ટ શોમાં ડાન્સિંગ, સિંગિંગ અને મેજિક શો કરી શકાશે. જેમાં ભાગ લેવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. ટલેન્ટ શૉમાં ભાગ લેનારની એન્ટ્રી ફી 50 રૂપિયા છે. ભાગ લેનાર વ્યક્તિ ત્રણ થી પાંચ મિનિટમાં પોતાનું ટેલેન્ટ બતાવી શકશે. ગ્રુપમાં ડાન્સ કરવો હોય તો પણ કરી શકાશે પરંતુ ગ્રુપમાં જેટલા સભ્યો હશે તે દરેકના ₹50 લેખે આપવાના રહેશે. તારીખ 21/1/23 સુધીમાં પોતાના નામ નિકીતા વખારીયા 7574862007, પિંકી તમાકુવાલા 9408599375ને નોંધાવી દેવા. આ સિવાય ચાલુ પ્રોગ્રામમાં પણ જે કોઈ ભાઈ, બહેન, વડીલ કે બાળક ભાગ લેવા ઈચ્છે તો તેઓ પોતાના નામ ત્યાં નોંધાવી શકશે. ભાગ લેનાર દરેક પાર્ટીસિપેન્ટને ઇનામ આપવામાં આવશે. ફનફેરમાં જુદા જુદા નાસ્તાના સ્ટોલ રાખવામાં આવેલા છે. દરેક આઈટમ 100% વેજ છે. ફનફેરનો સમય સાંજે 6:00 કલાકનો છે.




