Home Bharuch ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની 153 મી જન્મજયંતીની ઉજવણી

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની 153 મી જન્મજયંતીની ઉજવણી

0
  • ગાંધી વંદના હેઠળ ગાંધી ગીતો અને ભજનોની રમઝટ
  • મહાત્માની પ્રતિમાને સુતરની આંટી અને ફુલહાર મહાનુભવોના હસ્તે કરાયા અર્પણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ નગર પાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ચેનલ નર્મદા સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે આવેલી બાપુની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભવોએ સુતરની આંટી, ફુલહાર અર્પણ કર્યા હતા. ગાંધી જયંતીની ઉજવણીમાં ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ,લોકગાયક અભેસિંહ રાઠોડ , દ્દક્ષાબહેન પટેલ માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર સહિત મહનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના બાળકો દ્વારા ગાંધી ગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version