Published by : Rana Kajal
- મોર્નિંગ વોક કરવા જતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ…
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમા બે રોક ટોક કાદવ કીચડ નાખવામાં આવતા સમગ્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ ગંધાઈ ઉઠ્યું છે. પોતાનું આરોગ્ય જાળવવા માટે મોર્નિંગ વોક કરવા આવતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કાદવકિચડનો નિકાલ કરવામાં આવી રહયો છે . કાદવ કીચડ આવે છે ક્યાંથી આવે છે તેની વિગત જોતાં સેવાશ્રમ રોડ પર ભરૂચ નગરપાલિકા દ્વારા ગટરનું કામકાજ ચાલી રહ્યું છે. જે પુર્ણ થતા વરસાદના સમયમા આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ થશે તેવો દાવો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટનું કામ કરતા કોન્ટ્રાકટર કામ કરતા જે કાદવ કીચડ નીકળે છે તેનો નિકાલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર બેરોકટોક કરવામાં આવી રહયો છે. વાસ્તવમાં નગરપાલિકા દ્વારા જ કોન્ટ્રાકટરને આમ ન કરવા તાકીદ આપવી જોઈએ તેમજ દંડ પર કરવો જોઇએ. હાલમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આરોગ્યની જાળવણી માટે મોર્નિંગ વોક કરવા આવતા લોકો આક્રોશ સાથે એમ જણાવી રહ્યા છે કે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ સહન કરવી પડી રહી છે. પર્યાવરણ જાળવણીના નિયમોના ધજાગરા ઉડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉભી થઈ છે.
