- રમત દ્વારા એકતાની ઉજવણી અંતર્ગત 36મી નેશનલ ગેમ્સનું નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની ઉજવણી
ગુરુવારના રોજ રમત દ્વારા એકતાની ઉજવણી અંતર્ગત 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રમતગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન રમત દ્વારા એકતાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચની જે.પી. આર્ટસ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ૩૬ નેશનલ ગેમ્સમાં રમત રમવા અંગે સૌ કોઈએ શપથ ગ્રહણ કર્યા હતા આ ૩૬મી નેશનલ ગેમ્સમાં વિવિધ સ્પર્ધામાં જીલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ નેશનલ ગેમ્સ સ્પર્ધામાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,જીલ્લા કલેકટર તુષાર સુમેરા,જીલ્લા પોલીસ વાડા ડો.લીના પાટીલ,જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,જે.પી કોલેજના આચાર્ય નીતિન પટેલ સહીત આમંત્રિતો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.