- ‘દેશમાં સુરક્ષિત રહેવા માટે અભિનેતા નહીં નેતા બનવું જરૂરી’
- વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે કેઆરકે
વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહેતા કમાલ આર ખાન એટલે કે કેઆરકેએ નવું ટ્વિટ કર્યું છે.અને તે ફરી ચર્ચામાં આવી ગયો છે. હાલમાં જ તેમના એક જૂના કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી કેઆરકેની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ તેમના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે.
હંમેશા હવામાં વાતો કરતાં અને ખાલી ખોટા દાવા કરતાં કેઆરકેનું નવું સપનું હવે રાજનીતિમાં આવવાનું છે. હાલ કરેલ ટ્વીટમાં કેઆરકેએ રાજનીતિમાં જોડાવા અંગેની નવી ઈચ્છા પ્રગટ કરી છે. એમને કહ્યું હતું કે, ‘ હું ટૂંક સમયમાં રાજનીતિમાં જોડાવાનું વિચાર કરી રહ્યો છું, કારણ કે દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા બનવું જરૂરી છે, અભિનેતા નહીં.’
હાલ જેલમાંથી છૂટયા પાછી કમાલ આર ખાને ટ્વીટ કરતાં કહ્યું હતું કે તેને લોકઅપમાં 10 દિવસ પાણી સાથે વિતાવ્યા હતા એમાં એમનું 10 કિલો વજન પણ ઘટી ગયું છે. એ ટ્વીટ પર પણ સોશિયલ મીડિયામાં કેઆરકેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. એમ છતાં પણ કેઆરકેનો ટ્વીટ કરવાનો સિલસિલો યથાવત જ છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં કેઆરકેએ દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર પર ખરાબ કટાક્ષ કર્યો હતો. આ મામલે તેની ધરપકડ પણ કરાઈ હતી. આ સાથે જ વર્ષ 2019માં એક ફિટનેસ ટ્રેનરની છેડતીના આરોપને કારણે પણ તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું.