Home Bharuch ભરૂચનું ગૌરવ… ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનસીપમાં ભરૂચના એથ્લેટ્સ ઝળક્યા ખેલાડીઓએ કુલ 14...

ભરૂચનું ગૌરવ… ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનસીપમાં ભરૂચના એથ્લેટ્સ ઝળક્યા ખેલાડીઓએ કુલ 14 મેડલ મેળવ્યા…

0

Published by : Rana Kajal

ભરૂચ પંથકના ખેલાડીઓ વિવિઘ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી મેડલો જીતી રહ્યા છે. જૉકે સ્થાનીક ખેલાડીઓ માટે રમતગત નુ કોઇ અદ્યતન સ્ટેડિયમ નથી કે અન્ય સુવિધાઓ નથી તેમ છતાં ખેલાડીઓ સારો દેખાવ કરી રહ્યા છે. ત્યારે જૉ ખેલાડીઓને સારી સગવડ પુરી પાડવામાં આવે તો ભરૂચના આ ખેલાડીઓ હજી સારો દેખાવ કરી શકે તેવી બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરૂચ જીલ્લામાં ગ્રામ્ય સ્તરના રમત સંકુલો ઉભા કરવાની યોજનાને પરિણામલક્ષી બનાવવામાં આવે તો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી શકે તેમ છે. હાલમાં રાજકોટ ખાતે ધ ફ્યુચર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર એથ્લેટીક્સ ચેમ્પિયન-૨૩ દ્વારા આયોજીત ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનસીપ મા ભરૂચ ના એથ્લેટ્સોએ ઉત્તમ કક્ષાનો દેખાવ કર્યો હતો અને કુલ 14 મેડલ જીત્યા હતા.ગુજરાત રાજ્ય સ્તરે મોટી સિદ્ધી પ્રાપ્ત કરીને ભરૂચને ગૌરવ અપાવ્યું છે. જેમાં ભરૂચના એથ્લેટ્સોમાં અજલી વસાવા એ 800.મીટર ની દોડમાં ગોલ્ડ મેડલ, યોગી મહાવીર. એ 200. મીટર. મા સિલ્વર મેડલ, માહી વસવાએ 50.મીટરમા બ્રોન્ઝ મેડલ, સાક્ષી વસાવા એ200 મીટરમા ગોલ્ડ. તેમજ ઋતિક વસાવા એ સિલ્વર મેડલ, હર્ષિલ સોલંકી એ.400.મીટર મા બ્રોન્ઝ મેડલ, રાહુલ પટેલે.800.મીટર મા સિલ્વર મેડલ મેળવીને ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લાના કોચ વિઠ્ઠલભાઈ શિંદે ના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું નામ ગુજરાત રાજ્ય સ્તરે રોશન કર્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version