Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચનું બસ સ્ટોપ 6 વર્ષે સંપન્ન, PM એ કર્યું હતું PPP ધોરણે...

ભરૂચનું બસ સ્ટોપ 6 વર્ષે સંપન્ન, PM એ કર્યું હતું PPP ધોરણે ઇ-શિલાન્યાસ, હવે CM ના હસ્તે લોકાર્પણની જોવાતી તારીખો…

Published by : Rana Kajal

  • ₹100 કરોડના ખર્ચેએરપોર્ટને પણ ટક્કર મારે તેવું ભરૂચનું બસ ટર્મિનલ
  • સામાન્ય દુકાનોના ભાવ શરૂ થાય છે 40 લાખ થી દોઢ કરોડ ઉપરાંત
  • ટર્મિનલમાં એરપોર્ટ જેવી તમામ હાઈટેક સુવિધાઓ
  • 1.25 લાખ ચો.ફૂટનું વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ
  • જિલ્લાની પ્રજાને મળશે નવલું નજરાણું

ભરૂચ એસ.ટી. બસ ટર્મિનલ એરપોર્ટને પણ ટક્કર આપે તેવું હાઈટેક અને અત્યાધુનિક 6 વર્ષ બાદ બની ગયું છે. અંદાજે ₹1 અબજના ખર્ચે આકાર પામેલું બસ ટર્મિનલ શહેર અને જિલ્લા માટે નવું નજરાણું બની રહેશે.

ભરૂચમાં નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રિય કક્ષાના અત્યાધુનિક બસ ટર્મિનલમાં મુસાફરો માટે જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામા આવી છે. એસટી નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP ના ધોરણે નિર્માણ કરાયેલા આંતર રાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક બસ ટર્મિનલ ₹99 કરોડની અંદાજીત પ્રોજેક્ટ કિંમત સાથે વર્ષ 2017 માં બનાવવાની શરૂઆત કરાઈ હતી.

ભરૂચમાં 7 માર્ચે 2017 ના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ બસ ટર્મિનલમાં 1,25,000 ચોરસ ફૂટનું વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે કોમર્શિયલ સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. આ બસ ટર્મિનલમાં એરપોર્ટ જેવી સુવિધાઓ જોવા મળી રહી છે.

ભરૂચનું શહેરની મધ્યમાં આવેલું વર્ષો જૂનું સેન્ટ્રલ બસ સ્ટેશન 34583 ચો.મી. માં 4 મંજલી અદ્ધતન બનાવવા તોડી પડાયું હતું. જેના સ્થાને ભરૂચ સેન્ટ્રલ બસ ડેપોને ભોલાવ ખાતે ખસેડાયું હતું.

હાઇવે, રેલ અને બ્રિજને સાથે આંતરિક માર્ગો અને કેટલીક પ્રાથમિક સુવિધાઓના અભાવને બાદ કરતાં ભાંગ્યું ભાંગ્યું ભરૂચ ઔદ્યોગિક હબ બનવા સાથે હવે આધુનિક બની ગયું છે. જેની યશકલગીમાં વધુ એક મીરપીંછ રૂપે શહેર મધ્યમાં આવેલું સેન્ટ્રલ બસ સ્ટેશન હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈટેક બની ગયું છે..

બસ સ્ટેશનની ડિઝાઇન મમતા શાહ એન્ડ અસોસિયેટ્સ તૈયાર કરી હતી. જોકે તેમાં પાછળથી પરિવર્તન પણ કરાયું હતું. જ્યારે તેનું નિર્માણ ભૂમિ ડેવલોપર્સ, વિજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દિનેશચંદ્ર રમેશચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રાકોને કર્યું છે.

હવે ભરૂચ સિટી સેન્ટર સેન્ટ્રલ બસ સ્ટોપ તૈયાર થઈ ગયું હોય તેના ઉદ્ઘાટન માટે CM ભુપેન્દ્ર પટેલની તારીખ મેળવવા કવાયત શરૂ કરાઇ છે. માર્ચના અંત કે એપ્રિલના આરંભ સુધીમાં ભરૂચ બસ ડેપો 6 વર્ષ બાદ ધમધમતો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security