Published by : Rana Kajal
- ઠંડુ આરોગવાની પ્રથા સાથે ગૃહિણીઓએ રવિવારે સહપરિવાર ઠંડુ ભોજન કર્યું
- તવરાના ચિંતનાથ મહાદેવ સહિતના બળિયા બાપજીના મંદિરે મહિલાઓની ભીડ ઉમટી
ચૈત્ર માસમાં ઠંડુ જમણ સાથે ઠંડકના દેવ બળિયા બાપજી પર નર્મદાના નિરનો અભિષેક કરવા રવિવારે મહિલાઓ સહ પરિવાર ભરૂચ જિલ્લાના મંદિરોમાં ઉમટી પડી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે પણ ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે બળીયાદેવ બાપજીના મંદિરે બહેનો દ્વારા આજે નર્મદા નદીના નિર નો અભિષેક અને ઠંડુ ભોજન ગ્રહણ કરાયું હતું.
ચૈત્ર માસની આકરી ગરમીમાં બળીયાદેવ બાપજી ઉપર બહેનો દ્વારા નર્મદા નદીના પાણીના અભિષેકો કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે. જેથી બળીયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે. તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયા દેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું.