Home Bharuch સિક્યુરિટી ગાર્ડને કચડી નાખવાના બનાવમાં ડમ્પર ચાલક હજી ફરાર…

સિક્યુરિટી ગાર્ડને કચડી નાખવાના બનાવમાં ડમ્પર ચાલક હજી ફરાર…

0

Published by : Rana Kajal

ભરૂચના લિંક રોડ ઉપર સાયકલ સવાર સિક્યોરીટી ગાર્ડને કચડી નાખનાર ડમ્પર ચાલક હજી પોલીસ પકડમાં આવ્યો નથી.

ભોલાવ વિસ્તારમાં રહેતાં જેઠા નરોત્તમ વસાવા દહેજ બાયપાસ રોડ પર આવેલી વી ડી ટાઉનશીપ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરકે ફરજ બજાવતાં હતા. તેઓ નોકરીએથી સાયકલ પર કામ અર્થે લિંક રોડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે વેળાં એક ડમ્પરે તેમને ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ઘટનામાં પીએસઆઇ હેમંત સાઠેએ તપાસ શરૂ કરી છે. પોલીસ હાલમાં ડમ્પર નંબરના આધારે તેના માલિકની અને ડ્રાઇવરની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version