Home Bharuch ભરૂચમાં જર્જરીત મકાન પડવાનો સિલસિલો જંબુસરથી જારી…

ભરૂચમાં જર્જરીત મકાન પડવાનો સિલસિલો જંબુસરથી જારી…

0

Published By:-Bhavika Sasiya

  • વરસાદી માહોલ વચ્ચે જંબુસરમાં 150 વર્ષ જુના મકાનનો અમુક ભાગ ભોંય ભેગો.
  • કાટમાળ રસ્તા પર પડતા લોકોનું અવજવર પણ જોખમી બન્યું.

વરસાદી સિઝન શરૂ થઈ જવા સાથે ભરૂચ જિલ્લામાં જર્જરીત મકાન પડવાનો સિલસિલો જંબુસરથી શરૂ થયો છે. દોઢસો વર્ષ જુના મકાનનો અમુક ભાગ તૂટી પડતા હવે લોકોની અવરજવર પણ જોખમી બની ગઈ છે.

જંબુસરના ગોકલલાલાની ખડકી વિસ્તારમાં વર્ષો જુનું જર્જરિત મકાનની દીવાલ વરસાદી વાતવરણને પગલે ધરાશાયી થતા સ્થાનિકો જીવના જોખમે અવર-જવર કરવા મજબુર બન્યા છે.

જંબુસરના ગોકલાલાની ખડકી વિસ્તારમાં 100 થી 150 વર્ષ જૂનું એક જર્જરિત મકાન આવેલ છે. જે મકાનનો દરવાજો મકાન માલિકે વેચી દેતા હાલ વરસી રહેલ વરસાદી વાતાવરણમાં દરવાજાની બાજુની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી.

સ્થાનીકોમાં દોડધામ મચી જવા પામી હતી. દીવાલ ધરાશાયી થતા સ્થાનિકો જીવના જોખમે અવર જવર કરવા મજબુર બન્યા છે. સાથે અન્ય દીવાલ પણ ધરાશાયી થવાની તૈયારી છે ત્યારે પાલિકા તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે. ભરૂચ, અંકલેશ્વર પાલિકાની જેમ જંબુસર નગરમાં પણ પાલિકા દ્વારા દર વર્ષની જેમ જર્જરીત મકાનોને નોટિસો બજાવાઈ હતી. મકાન ધારકોને તેમના જોખમી મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવી તંત્રે પોતાની જવાબદારી બજાવી દીધી હતી.

હવે ભરૂચ જિલ્લામાં ચોમાસાની મૌસમમાં જર્જરીત ઇમારત કોઈનો ભોગ લે કે કોઈ હોનારત સર્જે તે પેહલા તંત્ર કાર્યવાહી કરે તેમ આવા મકાનો આસપાસ રહેતા સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version