Home Administration ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની 6420 છાત્રો આપશે પૂરક...

ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની 6420 છાત્રો આપશે પૂરક પરીક્ષા…

0

Published By : Parul Patel

  • નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાની સંકલન બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં 22 બિલ્ડીંગમાં 223 બ્લોકમાં 10 થી 14 જુલાઈ બે સેશનમાં એક કે બે વિષયમાં નાપાસ ધોરણ 10 અને 12 ના 6420 વિધાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા આગામી તારીખ 10 થી 14 જુલાઈ સુધી સવારના 10 કલાક થી સાંજના 6.30 કલાક દરમિયાન સવાર અને બપોર એમ બે સેશનમાં રાખવામાં આવેલ છે.

ધો. 10 માં 118 બ્લોકમાં 3540 વિધાર્થીઓ, ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 27 બ્લોકમાં 540 વિધાર્થીઓ નોંધાયા છે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં 78 બ્લોકમાં 2340 વિધાર્થીઓ મળીને કુલ 6420 વિદ્યાર્થીઓ 223 બ્લોકમાં 22 બિલ્ડિંગ ખાતે પૂરક પરીક્ષા આપશે.

ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે. એફ વસાવા દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલરૂમનો ટેલિફોન નંબર 02642 – 240424પર પરીક્ષાના સમયગાળામાં સવારે 7 કલાકથી રાત્રીના 8 કલાક દરમ્યાન કાર્યરત રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલ દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે સુચારુ રૂપે પરીક્ષા યોજાય તથા સતર્કતા સાથે નિષ્ઠા દ્વારા કાર્ય સંપૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી.

બેઠકમાં પરીક્ષા સમિતિના પધાધિકારીઓ, સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version