સમગ્ર વિશ્વમાં ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ઉજવાતો હોઈ છે ત્યારે આજરોજ તારીખ ૧૬ ઑક્ટોબરે રોટરી ક્લબ ઓફ ભરુચ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરુચ દ્વારા IMA ભરુચ ના સંયુક્ત ઉપક્રમે સ્તન કેન્સર ની જાગૃતિ માટે પિંક એ રોટાથોન – ૫ કિલોમીટર રન નું આયોજન કરાયું હતું , જેમાં ૨૬૦ જેટલી મહિલાઓ એ ઉત્સાહભેર જોડાઈ હતી.આ મેરેથોન દોડને રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા , ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ, ક્લબ ના સેક્રેટરી ઉક્ષીત પરીખ અને ઇવેન્ટ કો-ચેરમેન કિશોર શાહદાદપૂરી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ હતી.
સાથે સાથે મહિલાઓ માટે સ્તન કેનસર સેમિનાર યોજી IMA ભરૂચના પ્રમુખ ડો પલક કાપડિયા દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા.HCG કેન્સર હોસ્પિટલ વડોદરા અને STN વોટર દ્વારા ઇવેન્ટ ને સ્પોનસર કરવામાં આવી હતી.