કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના નવી દિલ્હી ખાતેના નિવાસ સ્થાને પાંચ ફૂટ લાંબો ચેક્રડ કિલ બેક સાપ મળી આવ્યો હતો. સિક્યુરિટી સ્ટાફે આ સાપ જોતા તાત્કાલિક હેલ્પ લાઇન નબર પર ફોન કરી વાઈલ્ડ લાઇફ એસ ઓ એસ ને જાણ કરી હતી જેથી સંસ્થાના બે કર્મચારીઓ તાત્કાલિક આવી લાકડાની તિરાડમાથી સાપને શોધી કાઢ્યો હતો મળતી માહીતી મુજબ ચેક્રડ કિલબેક જાતનો સાપ ખાસ કરીને સરોવરો, નદીઓ, તળાવ, નાળા, વગેરેની આજુબાજુ મળી આવે છે જૉકે આ જાતના સાપ ને સંરક્ષિત જાહેર કરવામાં આવ્યાં છે.