Published by : Rana Kajal
- પોલીસે 41 બુટલેગરોને ઝડપી પાડ્યા જયારે 11 વોન્ટેડ
- 681 લીટર દેશી દારૂ 27 હજાર લીટરથી વધુ વોશનો જથ્થો તેમજ 4 વાહનો મળી કુલ 4.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
- અમરતપુરા, ભોલાવ બ્રિજ નીચે અને તવરા નદી કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓનો નાશ કરાયો
ભરૂચ જિલ્લામાં હોળી ધુળેટી પર્વે અસામાજિક પ્રવૃતિઓ અને દેશી દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના અમરતપુરા અને ભરૂચમાં ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની 30 મીની ફેકટરીઓનો નાશ કરાયો હતો.
ભરૂચ જીલ્લામાં હોળી પર્વ પહેલા જ ભરૂચ અને અમરતપુરા ગામની સીમમાં ધમધમતી 30 થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી 41 થી વધુ બુટલેગરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

આગયામી હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને ભરૂચ SP ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી. જેને આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહીત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ સમાન ભઠ્ઠીઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા.
દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવી હતી અને 681 લીટર દેશી દારૂ 27 હજારથી વધુ લીટર વોશનો જથ્થો તેમજ 4 વાહનો મળી કુલ ₹4.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવતા 41 બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. જયારે 11 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ભરૂચ ખાતે ડી.વાય.એસ.પી એમ.એમ ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.