published by : Rana kajal
વડોદરા
માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટી પાસે વૃદ્ધ મહિલાને ગાયે ભેટીએ ચડાવતા ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેને લઈ સ્થાનિકોના રોષ સાથે ટોળા જામ્યા હતા. અને રોડ પર રખડતા ઢોરોના ત્રાસ નિવારણ અને ઢોરોના માલિક સામે કાર્યવાહીની માંગણી કરી હતી
વડોદરા શહેરમાં ઢોર પકડવાની કામગીરી રાત દિવસ કરવામાં આવે છે પંરતુ ઢોર પાર્ટીના કેટલાક વહીવટ દારોના લીધે કેટલાક વિસ્તારોમાં આજે પણ ગાયો નો ત્રાસ યથાવત જોવા મળ્યો છે.પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી ઢોર પકડવાની કામગીરી પર અનેકવાર સવાલો ઉભા થયા છે. તો કેટલાક કિસ્સામાં ઢોરના માલિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરનાર ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલા થયા છે. જેને લઈ આજે પણ વડોદરા શહેરમાં રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે ત્યારે શુક્રવારે બપોરના સમયે માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટી પાસે વૃદ્ધ મહિલા પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન અચાનક ગાયો નું ટોળું આવતા મહિલા પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી વૃદ્ધ મહિલાનો પગ તૂટી ગયો હતો ત્યાર બાદ ઘટના સ્થળેજ વૃદ્ધ મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે દ્રશ્યો જોઈ ઘટના સ્થળે લોક ટોળા જામ્યા હતા અને રખડતા ઢોરના માલિકો સામે તેમજ રખડતા ઢોર ને લઇ કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા ગાયો ના ત્રાસના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને પાલિકાના ઢોરપાર્ટીના અધિકારીઓ વહીવટ કરી વિસ્તારમાં ગાયો પકડવાની કામગીરી યોગ્ય રીતે કરતા નથી તેવા આક્ષેપો જાહેર જનતા દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંચરત્ન સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં મોતને ભેટનાર વૃદ્ધ મહિલાનું નામ ગંગાબેન છીતાભાઈ પરમાર છે અને જે 65 વર્ષના હતા. ઘટનાની જાણ મકરપુરા પોલીસને કરતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મામલો થળે પાડી મહિલાના મૃતદેહ ને પોસમોટમ અર્થે મોકલી ગાયો ના માલિકો ને શોધવાની કામગીરી હાથધરી છે.




