- પોલીસે ૧.૪૪ લાખથી વધુનો દારૂ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
નેત્રંગ તાલુકાના ગોરાટિયા ગામની સીમમાં ખાડી કિનારેથી ભરૂચ એલસીબીએ ૧.૪૪ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિધાનસભાની ચૂંટણી શાંતિભર્યા વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન જુગારની પ્રવૃતિઓ અટકાવવાના પેટ્રોલીંગમાં ભરૂચ એલસીબીનો સ્ટાફ નેત્રંગ તાલુકામાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોરાટિયા ગામની સીમમાં ખાડી કિનારેથી કડિયા ડુંગર તરફ જવાના માર્ગ ઉપર ખાડી પાસે જોકલા ગામનો બુટલેગર સુરેશ ઉર્ફે સુર્યા રામુ વસાવા વિદેશી દારૂનો જથ્થો ઉતારી કટિંગ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૪૪૦ નંગ બોટલ મળી કુલ ૧.૪૪ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બુટલેગર સુરેશ વસાવા સહીત બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




