Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ :...

ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ખુલ્લા મેદાન, કોમન પ્‍લોટમાં ફોડી શકાશે

ભરૂચઃ પ્રતિ વર્ષ દિવાળીનો પર્વ ઉજવાય છે. દિવાળીના આ પર્વની ઉજવણીમાં ફટાકડા/દારૂખાનુ ફોડવામાં આવે છે. મઆ ફટાકડા/દારૂખાનુ જાહેર રસ્‍તા ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફીકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે. જેથી તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૨૮/૧૦/૨૦૨૨ સુધીનાં દિવસો દરમ્‍યાન ભરૂચ જિલ્લામાં આવેલ જાહેર માર્ગો/રસ્‍તાઓ ઉપર ફટાકડા/દારૂખાનુ ફોડવા પ્રતિબંધ મુકવાનું આવશ્‍યક જણાતા ભરૂચ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સને-૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયિમની કલમ-૩૩(૧)(યુ) અન્‍વયે મળેલી સત્તાની રૂએ તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૨૮/૧૦/૨૦૨૨(બંને દિવસો સહિત) ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો/રસ્‍તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. દારૂખાનું/ફટાકડા ખુલ્લા મેદાન, કોમન પ્‍લોટમાં ફોડી શકાશે.

        આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્‍ત કાયદાની કલમ-૧૩૫ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. એમ જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી કચેરી ભરૂચની એક યાદીમાં જણાવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security