- 9 વર્ષમાં જુલાઈમાં વરસાદે રેકોર્ડ સર્જ્યો, ગત વર્ષ કરતા સવા ગણું આભમાંથી જળ વરસ્યું
- રાત્રી દરમિયાન બે થી 4 કલાકમાં જ વાગરામાં બે ઇંચ અને ભરૂચમાં એક ઇંચ
ભરૂચ જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી જતા પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.
દરમિયાન રાત્રિ વેળા ભરૂચ જિલ્લામાં મેઘાનો મુકામ મંગળવારે પણ જારી રહ્યો હતો. માત્ર બે થી 4 કલાકમાં વાગરા તાલુકામાં 57 મિમી અને ભરૂચમાં 25 મિમી વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો, ગરનાળા, રસ્તાઓ ઉપર જોત જોતામાં પાણી પાણી કરી દીધું હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/721243-rainfall-gujarat-071218-1024x576.jpg)
અન્ય તાલુકામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં 14 મિમી, અંકલેશ્વર 9 મિમી, હાંસોટ 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદમાં 6 અને જંબુસરમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો.
ગત વર્ષે ભરૂચ જિલ્લામાં 27 જુલાઈ સુધી મૌસમનો સરેરાશ વરસાદ માત્ર 34 ટકા જ પડ્યો હતો.