Home Bharuch ભરૂચ જીલ્લામાં બે અલગ અલગ સ્થળોએથી કાર મળી બે વાહનોની ઉઠાંતરી કરી...

ભરૂચ જીલ્લામાં બે અલગ અલગ સ્થળોએથી કાર મળી બે વાહનોની ઉઠાંતરી કરી વાહન ચોરો ફરાર

0

વાગરાની ભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ પ્રાગજી પરમાર ભેરસંમ ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે જેઓ ગત તારીખ-૨૪મી સપ્ટેમ્બરના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.૦૩.કે.જે.૨૮૦૨ લઇ વડોદરા જવા નીકળ્યા હતા જેઓએ પોતાની બાઈક ભરૂચના જી.એન.એફ.સી.બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી એસટી બસમાં બેસી વડોદરા ખાતે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ૪૫ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

This car is terrified as a thief peeks up over a car to see if the coast is clear. Elements grouped on separate layers. Bonus zip includes a black and white version and a file with spot colors to easily change the color of the car.

તો મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા સુરજીતસિંઘ ગીંડારામ ખારીયાએ ગત તારીખ-૨૦મી સપ્ટેમ્બરના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.ડી.૪૯૦૪ પોતાના એપાર્ટમેન્ટમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ૪ લાખની ઇક્કો કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા કાર ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version