Home Bharuch ભરૂચ તાલુકાના કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરીને ઉચાપત કેસમાં 5 વર્ષની...

ભરૂચ તાલુકાના કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરીને ઉચાપત કેસમાં 5 વર્ષની સજા ફટકારી…

0

ભરૂચ તાલુકાની કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી કીર્તિ ઉર્ફે કેતન મોહનભાઇ પટેલે 20 સપ્ટેમ્બર 2007 માં ખાતેદારની ભરપાઈ રકમમાં ઘાલમેલ કરી હતી.ખાતેદારને રૂપિયા 2.38 લાખ જમા લઈ સેક્રેટરીએ અસલ રસીદ આપી હતી. જ્યારે કાર્બન કોપીમાં 46,652 રૂપિયા જમા લીધા હતા. અને તેટલી જ રકમ ખાતેદારના સભ્યની ખાતાવહીમાં જમા લેવામાં આવી હતી.જે રૂપિયા 1.92 લાખની ઉચાપતનો કેસ ભરૂચ કોર્ટમાં ચાલી ગયો હતો. તે સમયના સરકારી વકીલ આર.કે.પટેલ અને હાલના એ.બી. ધાસુરાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ આરોપી સેક્રેટરી કેતન પટેલને 5 વર્ષની સજા અને 25 હજારનો દંડ શનિવારે ફટકાર્યો હતો. ભરૂચ કિશનાડ સહકારી મંડળીના સેક્રેટરીને ₹1.92 લાખની ઉચાપતમાં 5 વર્ષની કેદ- 15 વર્ષ પહેલાના કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સજા સાથે 25 હજારનો દંડ ફટકાર્યો. ભરૂચ તાલુકાના કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ 15 વર્ષ પહેલાં રૂપિયા 1.92 લાખની ઉચાપત કેસમાં ચીફ જ્યુડિશિયલ મેહિસ્ટ્રેટે 5 વર્ષની સજા ફટકારી છે.તાલુકાની કિશનાડ ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી કીર્તિ ઉર્ફે કેતન મોહનભાઇ પટેલે 20 સપ્ટેમ્બર 2007 માં ખાતેદારની ભરપાઈ રકમમાં ઘાલમેલ કરી હતી.ખાતેદારને રૂપિયા 2.38 લાખ જમા લઈ સેક્રેટરીએ અસલ રસીદ આપી હતી. જ્યારે કાર્બન કોપીમાં 46,652 રૂપિયા જમા લીધા હતા. અને તેટલી જ રકમ ખાતેદારના સભ્યની ખાતાવહીમાં જમા લેવામાં આવી હતી.જે રૂપિયા 1.92 લાખની ઉચાપતનો કેસ ભરૂચ કોર્ટમાં ચાલી ગયો હતો. તે સમયના સરકારી વકીલ આર.કે.પટેલ અને હાલના એ.બી. ધાસુરાની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ આરોપી સેક્રેટરી કેતન પટેલને 5 વર્ષની સજા અને 25 હજારનો દંડ શનિવારે ફટકાર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version