Published by : Rana Kajal
ભરૂચ નજીકના ઝાડેશ્વર ગામનાના કોઠી ફળિયા વિસ્તારમાંથી હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા… ભરૂચ સી ડિવિઝન પોલીસે દરોડા પાડી હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે સાત જેટલાં જુગારીઓને ઝડપી પાડ્યા છે,
આ અંગે મળતી વિગતો અનુસાર ભરૂચ નજીકના ઝાડેશ્વર ગામમાં આવેલ કોઠી ફળિયા પાસેના મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી સી ડિવિઝન પોલીસને મળી હતી, જે બાદ સી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓએ દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા સાત જેટલાં જુગારીઓ ઝડપાઈ ગયા હતા,
પોલીસના દરોડામાં જુગાર રમી રહેલ (1)મુકેશ જ્યંતી ભાઈ વસાવા રહે, ઇન્દિરા આવાસ, મકતમપુર ભરૂચ (2)સરફરાઝ ઇમ્તિયાઝ મલેક રહે, દુબઇ ટેકરી, ઝાડેશ્વર ભરૂચ (3)ચિંતનભાઈ સુરેશભાઈ પટેલ રહે, આશ્રમ ફળિયું, મકતમપુર ભરૂચ (4)મનુભાઈ સોમાભાઈ સિંધા રહે, શ્રી નગર સોસાયટી, તુલસીધામ ભરૂચ (5)ભુપેન્દ્ર ભગવતી વિશ્વકર્મા રહે, નારાયણ પાર્ક સોસાયટી મકતમપુર ભરૂચ (6)નિલેશભાઈ સુકાભાઈ માછી રહે, નર્મદા દર્શન સોસાયટી, મકતમપુર ભરૂચ તેમજ (7)રાહુલભાઈ કેશભાઈ માછી રહે, ઇન્દિરા આવાસ મકતમ પૂર ભરૂચને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરની રોકડ, મોબાઈલ ફોન સહિત કુલ 27 હજાર કરતા વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.