Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઅનોખી લાયબ્રેરી… રિક્ષામાં વડીલોને પહોંચાડાય છે પુસ્તકો…

અનોખી લાયબ્રેરી… રિક્ષામાં વડીલોને પહોંચાડાય છે પુસ્તકો…

સુરેન્દ્રનગર

Published by : Rana Kajal

વડીલો એટલે કે સિનિયર સિટીઝન ઘરની બહાર નીકળી શકતા નથી તેથી તેઓ મનપસંદ વિષયના પુસ્તકો પણ મેળવી શકતા નથી. તેથી પાટડી ગામના બાળકોએ રિક્ષા લાયબ્રેરી સેવા શરૂ કરેલ છે.

પાટડીના જૈનાબાદ શાળાના બાળકો રિક્ષામાં મોબાઇલ લાઇબ્રેરીથી વૃદ્ધોને ઘેર-ઘેર જઇ પુસ્તકોનું વિતરણ કરી ઉમદા સેવા કરી રહ્યા છે જૈનાબાદ ડેઝર્ટ કોર્સિસ, સર ઝુબેદા બેગમ હાઇસ્કુલ અને ગ્રીન હોપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરેલા અનોખા પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. જૈના બાદ શાળાના બાળકો રીક્શામાં મોબાઇલ લાઇબ્રેરીથી બાળકો, ગૃહિણીઓ અને વૃધ્ધોને ઘેર-ઘેર ખ્યાતનામ પુસ્તકોનું વિતરણ કરી જ્ઞાનનું ભાથુ પીરસે છે.

આ અનોખા પ્રોજેક્ટ થકી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલ ફોબીયા દૂર થવા મદદરૂપ થશે.જૈનાબાદ ડેઝર્ટ કોર્સિસના ધનરાજ મલીક અને જૈનાબાદની જ સર ઝુબેદા બેગમ હાઇસ્કુલના આચાર્ય ટી.જી.મલીકે ગ્રીન હોપ્સ ફાઉન્ડેશન સાથે મળીને જૈનાબાદમાં શાળાના બાળકો દર શનીવાર અને રવિવારના દિવસે રીક્શામાં મોબાઇલ લાઇબ્રેરી દ્વારા બાળકોને ચિત્રો, કોમ્પ્યુટર અને જનરલ નોલેજની પુસ્તકો, ગૃહિણીઓને વાર્તાઓ અને રસોઇની રેસીપીની પુસ્તકો અને વડીલોને સૌરાષ્ટ્રની રસધાર સહિત ખ્યાતનામ લેખકોની પુસ્તકોનું ઘેર ઘેર જઇ વિતરણ કરે છે અને પછીના શનીવારે શાળાના બાળકો અન્ય વિસ્તારમાં આ પ્રોજેક્ટને આગળ ધપાવશે બાદમાં શાળાના જ બાળકો એ પુસ્તકો વંચાઇ ગયા બાદ જે તે ઘરેથી પરત લાવશે જેની વિગતવાર નોંધ પણ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security