Home Bharuch ભરૂચ પાલિકા ભરૂચની પ્રજાને ભાજી મૂળા સમજે છે…? કોણ લેશે એમનો જવાબ..?

ભરૂચ પાલિકા ભરૂચની પ્રજાને ભાજી મૂળા સમજે છે…? કોણ લેશે એમનો જવાબ..?

0
  • ભરૂચ નગરપાલિકાના મેલેરિયા શાખા દ્વારા જંતુનાશક દવા અને ફોગિંગની કામગીરી માત્ર કાગળ પર જ ચાલતી હોવાની ચર્ચા…
  • જંતુનાશક દવાઓ અને ફોગીગ માટે વપરાતા મોંઘાદાટ કેમિકલ ક્યાં વગે કરવામાં આવે છે તે અંગે યોગ્ય તપાસ થવી જરુરી…
  • જો નગર પાલીકાઘ્વારા જંતુનાશક દવા અને ફોગિગ નિયમિત થતું હોય તો મચ્છરનો ઉપદ્રવ અને મચ્છર જન્ય રોગો કેમ વધી રહ્યાં છે…
  • કોણ અને ક્યારે જવાબ આપશે…?

ભરૂચ નગરપાલિકાના જનહિતના મહત્વના કામો માત્ર કાગળ પર જ થાય છે તેવી લોકચર્ચા સાચી હોય તે માટે પૂરતા કારણો જાણવા મળી રહ્યાં છે.જેમકે જંતુનાશક દવાઓ અને ફોગિગનું કામકાજ માત્ર કાગળ પર જ ચાલી રહ્યુ છે લોકો દ્વારા થતો આક્ષેપ સાચો અને નગરપાલિકાના ભ્રષ્ટાચારનો પોલ ખોલી રહયો હોવાનુ સાબીત થઈ રહ્યુ છે.

આ બાબતે ભરૂચ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને સ્પષ્ટ અને સીધા પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ પાસે કદાચ પ્રશ્નોનો જવાબ નહી જ હોય તેનુ કારણ એ છે કે વહીવટમા કેટલાં બાકોરા છેઃ ભ્રષ્ટાચાર દ્વારા કેટલા આર્થિક ખાડા કરવામાં આવ્યાં છેઃ તેતો પોકળ તંત્ર ચલાવતા અઘિકારીઓ અને પદાધિકારીઓ જ જાણતા હોય, તે સ્વાભાવિક બાબત છે અલબત તેનાં પરિણામો ભરૂચની ભોળી જનતા ભોગવી રહી છે અને તેથી જ હાલના દિવસોમાં મેલેરિયા અને ઝેરી મેલેરિયા ડેન્ગ્યુથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઘેર ઘેર બીમારીના ખાટલા છે. લોકોને આરોગ્ય અંગે જંગી ખર્ચ કરવો પડી રહ્યો છે તે બાબત સાથે ભરૂચ નગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓ સહમત હસે જ તેનુ કારણ એ પણ છે કે તેમના કુટુંબમાં પણ કોઈને કોઈ મચ્છર જન્ય રોગથી પીડાતાં દર્દી હશેજ…. હવે ભરૂચ નગરની ભોળી જનતા વતી કેટલાક સીધા અને સ્પષ્ટ પ્રશ્નો ભરૂચ નગર પાલીકાના અધિકારી અને પદાધિકારીઓને..

  • ભરૂચ નગરના કયા વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધૂ છેઃ તેનો સર્વે કર્યો છે ખરો…?
  • ભરૂચ નગરમા મચ્છરનાં ઉપદ્રવને અંકુશમાં લેવાં કાગળ પર કેટલું બજેટ ફાળવ્યું અને અત્યાર સુધી વાસ્તવમાં કેટલો ખર્ચ કર્યો..?
  • મચ્છરના ઉપદ્રવને નાથવા કંઈ દવાઓ કેટલી આવી અને કેટલી દવાઓ કાગળ પર અને વાસ્તવિક ઉપયોગમા લેવાઈ…. ?જેનો હિસાબ ન મળતો હોય તે દવાઓ ક્યાં ગઇ…?
  • મચ્છરના ઉપદ્રવને નાથવા માટે થયેલ કામગીરીનુ અસરકારક મોનીટરીંગ કોણ અને ક્યારે કરે છેઃ…? એમના નામ અને સરકારી મોબાઈલ ચેનલ ને આપો,પ્રજા સુધી પહોંચડીએ…ને એમનો હક્ક એમને આપીએ..
  • મચ્છરના ઉપદ્રવને નાથવા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન અને અમલમા મુકેલ એક્શન પ્લાન તેમજ માત્ર કાગળ પર તેમજ સરકારને મોકલવા તૈયાર કરવામાં આવેલ પ્લાન અંગે કોણ અને કેટલું જવાબદાર…? એ કામદારના નામ- મોબાઈલ,બજેટ જાહેર કરો જંગી મચ્છરના ઉપદ્રવને નાથવા આવતાં સીધા કે આડકતરા નાણાકીય બજેટમાથી નાણાકીય કટકી ચૂસી ખાતાં ભ્રષ્ટાચારી મસ મોટા મચ્છર કોણ…?અમિત ભાઈ તો જાણતા જ હશે… થોભો અને રાહ જુઓ…ચૂંટણી સામે જ છે…જો પ્રજા જાગી…તો….

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version