- વિજેતા રનર દિવ્યેશ રાણાએ જણાવ્યું કે આ મેરેથોન યાદગાર બની ગઇ….
ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે તા. 18 સપ્ટેમ્બરે ભરૂચ મેરેથોનનો આરંભ થયો હતો. સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામા દોડવીરોએ આ દોડમાં ભાગ લીધો હતો. ગુજરાત વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ, ASP વિકાસ સુંડા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ અન્ય આગેવાનોએ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું કે રોકવુલ મેરેથોન દોડના આયોજનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક ફ્રી ભારતનો મેસેજ આપવાનો હતો. 21,10,5, અને 3 કિમીની મેરેથોન દોડમાં સમગ્ર ભારત દેશનાં જુદા વિસ્તારોમાંથી 2000 હજાર કરતા વધુ દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો હતો સમગ્ર દોડનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. 21 કિમી મેરેથોન દોડના વિજેતા મૂળ સુરતના વતની દિવ્યેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ કેન્યા હતા ત્યાં દુનિયાના અગ્રીમ રનરો સાથે ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં તેમજ ઍક મહિના બાદ ઇન્ડિયા પરત ફરવાના હતા પરંતુ ભરૂચ મેરેથોન દોડ અંગેની જાણ થતાં કેન્યાથી એન્ટ્રી નોધાવી હતી. આ ભરૂચ મેરેથોન જીવનમાં યાદગાર બની જશે એમ પણ મેરેથોન વિજેતા દિવ્યેશ રાણાએ જણાવ્યું હતું.





