Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનું નિવેદન .. પાર્ટી...

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનું નિવેદન .. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડિશું…

  • તેઓના પી. એ તેજસ ભટ્ટી અંગે પ્રતિક્રિયા .. તે ભાજપનો કાર્યકર છે તેથી ટિકિટ માંગી..
  • ઝૂલતા પુલની ઘટનામાં સરકારનો કોઈ વાંક નહી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિવસે ને દિવસે રાજકીય માહોલ જામ્યો છે. એમાંય રાજકોટમાં તો ચૂંટણી પહેલાં પાટીદાર નેતાઓ માટે મહત્તમ બેઠકો પર ટિકિટ માગવાનો તખતો તૈયાર કરે છે અને શહેર ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ચિમની બેઠક પર એક બાદ એક સિનિયર આગેવાન ટિકિટ માગી રહ્યા છે. ત્યારે આ બેઠક પર વર્ષો સુધી જીત મેળવી ભાજપના ગઢને મજૂબત બનાવનાર ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ ખેંચતાણ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે ઓબીસીની કોઈપણ બેઠક નથી. જ્યારે મોરબીની ઝૂલતા પુલની ગોઝારી ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી કે આ દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષ નથી.તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છેરાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે વજુભાઇએ પોતાના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માગ કરી હોવાનું સામે આવ્યું હતું અને તેમણે આ માટે પાર્લમેન્ટરી બોર્ડ સુધી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ અંગે વજુભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી પણ મારો અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે અને આ કારણે તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ મળશે તોપણ તમામ કાર્યકરો તેને જિતાડવા તનતોડ મહેનત કરશે. આ બેઠક પર ઉમેદવાર કોઈપણ હોય, ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security