Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalભારતનું આગવું અને અનોખું ગૌરવ….અમેરિકાની વસતીમાં ભારતીયોની વસ્તી ફક્ત એક ટકા પણ...

ભારતનું આગવું અને અનોખું ગૌરવ….અમેરિકાની વસતીમાં ભારતીયોની વસ્તી ફક્ત એક ટકા પણ ટેક્સમાં યોગદાન 6%…

અમેરિકામાં રહેતાં ભારતિય લોકોએ ભારતનાં ગૌરવમા વધારો કર્યો છે. અમેરિકાની વસ્તીમાં ભારતિય લોકો માત્ર ઍક ટકા હોવા છતાં ટેકસમાં ભારતિય લોકોનુ યોગદાન 6 ટકા જેટલું જણાયું છે. ઘણાં લાંબા સમયથી મૂળ ભારતનાં પરંતુ હાલ અમેરિકામાં રહેતાં ભારતિય સમાજનાં લોકો અમેરિકાના વિકાસમાં ખૂબ નોધપાત્ર ફાળો આપી રહ્યાં છે. જેની નોંધ અમેરિકન સાંસદે પણ લીઘી છે.

અમેરિકી અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન જગજાહેર છે. અમેરિકી સંસદે ફરી એકવાર ભારતીયોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. મધ્યસત્રની ચૂંટણીમાં જ્યોર્જિયાથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાઈ આવેલા રિચ મેક્કોર્મિકે ભારતીયોની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકી વસતીમાં ભારતીયોની વસતી ફક્ત 1% છે પણ ટેક્સમાં તેમનું યોગદાન 6% છે. અમેરિકામાં 42 લાખ ભારતીય અમેરિકી રહે છે. આ ત્રીજી સૌથી મોટી એશિયન વસતી છે. તેમણે કહ્યું કે જ્યોર્જિયામાં આશરે એક લાખ ભારતીયો છે. દર પાંચમાંથી એક ડૉક્ટર ભારતીય છે. તે કાયદાનું પાલન કરે છે અને ટેક્સ પણ ચૂકવે છે. ભારતીય સમુદાયના લોકો પ્રોડક્ટિવ છે અને સમસ્યાઓ પેદા કરતા નથી. તેઓ પરિવાર કેન્દ્રિત અને દેશભક્ત હોય છે. રિપબ્લિકન સાંસદ અને વ્યવસાયે ડૉક્ટર મેક્કોર્મિકે કહ્યું કે આવા લોકો માટે ઈમિગ્રેશનની પ્રક્રિયાને ઝડપી અને વ્યવસ્થિત કરવી જોઈએ. અમેરિકાના પ્રવાસ દરમિયાન વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે બાઈડેન સરકારને બિઝનેસ વિઝા જારી કરવાની પ્રક્રિયા ઝડપી કરવા આગ્રહ કર્યો હતો કે જેથી બિઝનેસ પર્પઝથી ભારતીય લોકો અમેરિકા આવી શકે.

અમેરિકી ચૂંટણીનાં પરિણામોમાં ભારતીયોની ભૂમિકા નિર્ણાયક થતી જઈ રહી છે. રાજનેતા ભારતીયોને ધ્યાનમાં રાખી ચૂંટણી અભિયાન બનાવે છે. તાજેતરમાં 5 ભારતીય અમેરિકી થાનેદાર, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને અમી બેરા ચૂંટણી જીત્યાં હતાં.અમેરિકામાં 500 યુનિકોર્નના 1078 સંસ્થાપકોમાંથી 90થી વધુ ભારતીય મૂળના છે. પ્રવાસી ભારતીયોએ સ્પષ્ટ રીતે સ્વાસ્થ્ય દેખરેખ, આવભગત, પત્રકારત્વ, ટેક્નોલોજી, મેનેજમેન્ટના વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના કામના માધ્યમથી જોરદાર ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.

એટલુજ નહિ પરંતુ બાઈડેને અમેરિકામાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી. કોરોનાકાળમાં ભારતીયોની સેવાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને પણ ભારતવંશીઓની પ્રશંસા કરતા ભારતીય ડૉક્ટરોની અમેરિકામાં સેવાઓનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે.નેસ્કોમ અનુસાર 2021માં ભારતીય આઈટી કંપનીઓએ અમેરિકામાં 203 અબજ ડૉલરની રેવન્યૂ અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી. જ્યારે ઓપરેશનલ અને રોકાણ ખર્ચથી જીડીપીમાં યોગદાન 80 અબજ ડૉલર રહ્યું જે 2017થી 40% વધુ છે.અમેરિકી ઈગલ એક્ટથી ગ્રીનકાર્ડ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. તેને લાગુ કરાતા હજારો ભારતીયોને તેનો લાભ થશે. તે લાગુ થશે તેવી આશા છે કેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસે કોંગ્રેસ(સંસદ)ને સમર્થન આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security