Published by : Rana Kajal
ગેરકાયદેસર ઘૂષણખોરીને નિયંત્રિત કરવા અને યુરોપિયન વિઝા નીતિનું પાલન કરવા માટે, સર્બિયા સરકારે ભારતીયો માટે વિઝા-મુક્ત મુસાફરીને નાબૂદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સર્બિયાના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 1 જાન્યુઆરી, 2023 થી, ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા જવાની સુવિધા રહેશે નહીં. એટલે કે વિઝા વિના સર્બિયામાં પ્રવેશ મળશે નહી.
અગાઉ, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારક હોય તેવા ભારતીયો માટે આ સમયગાળો 30 દિવસનો હતો. એક નિવેદનમાં, સર્બિયાની સરકારે કહ્યું કે, સર્બિયામાં 30 દિવસ સુધીના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયામાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા આગામી 31 ડિસેમ્બર 2022થી પાછી ખેંચી લેવામાં આવી છે.