- જો ઉંમર અને 3 ટર્મનો નિયમ લાગુ કરાય તો 30 થી વધુ મુરતિયા ઘરે બેસે
ગૂજરાત વિધાનસભાની ચુંટણી અંગેની જાહેરાત નજીકના દિવસોમાં જ થાય તેવી ગણતરી મુકાઇ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી અંગે ઉમેદવારો માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તેવું જાણવા મળેલ છે આ માપદંડોની વિગત જોતાં 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને 3 ટર્મથી લડતા ઉમેદવારને ભાજપ મોવડી મંડળ ટિકિટ નહિ આપે જો આમ થાય તો વય મર્યાદાના પગલે મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 62 વર્ષના હોવાથી તેમની ટિકિટ કપાય, જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી રાઘવજી પટેલ, નીતિન પટેલ, આર. સી. ફળદુ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, યોગેશ પટેલ, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા દિલીપ ઠાકોર, સોરભ પટેલ, વાસણ આહિર, કિશોર ચોહાણ, બાબુભાઈ પટેલ, મધુ શ્રીવાસ્તવ,પુરુષોત્તમ સોલંકી અને રાકેશ શાહ 60 વર્ષ કરતાં વધુ વય પણ ધરાવે છે અને 3 ટર્મ થી ચૂંટણી લડી રહ્યા છે.તેથી તેમની ટિકિટ કપાય તેવી સંભાવના છે અલબત્ત આ ધોરણોને ભાજપ કેટલું પાળે છે તે જોવું રહ્યુ. ભરૂચ જિલ્લાના પણ વર્તમાન ધારાસભ્યો પણ આ જ પરિસ્થિતિમાં આવે છે તો તેઓ પણ કપાઈ શકે છે..
| નેતા – ધારાસભ્ય | ૬૦ વર્ષ | ૩ ટર્મ |
| ભુપેન્દ્ર પટેલ(મુખ્યમંત્રી) | હા | ના |
| નીતિન પટેલ | હા | હા |
| દિલીપ ઠાકોર | હા | હા |
| રમણલાલ પાટકર | હા | ના |
| મધુ શ્રીવાસ્તવ | હા | હા |
| રાકેશ શાહ | હા | હા |
| રાજેન્દ્ર ત્રિવેદી(કેબિનેટ મંત્રી) | હા | હા |
| કનુભાઈ દેસાઈ(નાણામંત્રી) | હા | ના |
| બ્રિજેશકુમાર મેરજા | હા | ના |
| વિજય રૂપાણી(પૂર્વ મુખ્યમંત્રી) | હા | ના |
| ઋષિકેશ પટેલ | ના | હા |
| રાઘવજી પટેલ(કેબિનેટ મંત્રી) | હા | હા |
| કિરીટસિંહ રણા(કેબિનેટ મંત્રી) | ના | હા |
| ભુપેન્દ્રસિંહ ચુડાસમાં | હા | હા |
| આર સી ફળદુ | હા | હા |
| પુરષોત્તમ સોલંકી | હા | હા |
| પ્રદિપસિંહ જાડેજા | ના | હા |
| કુંવરજી બાવળિયા | હા | હા |
| યોગેશ પટેલ | હા | હા |
| જયદ્રથસિંહ પરમાર | હા | ના |
| ધર્મેન્દ્રસિંહ જાડેજા | હા | ના |
| બાબુ જમનાદાસ પટેલ | હા | હા |
| વાસણ આહિર | હા | હા |
| કિશોર ચૌહાણ | હા | હા |
| કેતન ઈમાનદાર | ના | હા |
| કૌશિક પટેલ | હા | ના |
| સૌરભ પટેલ | હા | હા |
| જવાહર ચાવડા | હા | હા |
| કિશોર કાનાણી | હા | ના |




