Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભાષા સંસ્કૃતિનું ગામ ‘મત્તૂર’

ભાષા સંસ્કૃતિનું ગામ ‘મત્તૂર’

  • આખાય વિશ્વનું એક માત્ર ગામ જ્યાં આજેય સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે વપરાય છે

કહેવામાં આવે છે કે સંસ્કૃતએ દેવોની ભાષા છે.આ ભાષાનો કોઈ જન્મ થયો નથી.અને નથી આ ભાષાનું કોઈ મૃત્યુ.સનાતન ધર્મ એટલે કે હિન્દુત્વની રુઢી છે.આજકાલના લોકોએ ફેલાયેલ પશ્ચિમી રહેણી કહેણી અને બોલીને કારણે સંસ્કૃત ભાષાથી અલગ થઈ ગયા છે.દેવોની બોલતી ભાષા આજે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ક્યાક ખોવાય ગઈ છે.
મત્તુર ગામમાં કુલ 537 પરિવાર રહે છે.જેની લગભગ વસ્તી 2864ની થાય છે આ લોકો રોજમરોજની વાત ચિતમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.કરીબ 600 વર્ષ પહેલા સંકેત બ્રામ્હણ સમુદાય કેરલના આ ગામમાં આવ્યા હતા.અને મત્તૂર ગામમાં જ રહેવા લાગ્યા.10 વર્ષ પૂરા થયા પછી અહી બાળકને વેદોનું શિક્ષણ આપવામાં આવે છે.અને અહિયાં બધા બાળકો સંસ્કૃત જ બોલે છે.

એકપણ હોટેલ નહીં, એકપણ રૅસ્ટારાં નહીં છતાં મહેમાનોને રહેવાની કે ખાવાની કોઈ ચિંતા નહીં

વર્ષ દરમિયાન અહીં કેટલાય વિદેશી પ્રવાસીઓ અને આપણા દેશના પણ સંસ્કૃત શીખવા માંગતા હોય તેવા લોકો આ ગામની મુલાકાતે આવે છે, જેમાંના મોટા ભાગના લોકો અહીં જ રહી ૧૫ દિવસના બેઝિક કોર્ષથી લઈને પાંચ વર્ષનું પૂર્ણ સંસ્કૃતનું જ્ઞાન મેળવતા હોય છે તેમ છતાં આવા પ્રવાસીઓ, મહેમાનો કે વિદ્યાર્થીઓને રહેવા માટે મત્તૂરમાં એક પણ હોટેલ નથી કે રૅસ્ટારા નથી. મત્તૂરવાસીઓ આવા દરેક પ્રવાસીઓને કે વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક પોતાના જ ઘરે રહેવા માટે આશરો આપે છે. અને તે પણ રહેવા આવનાર પાસે એક પણ પૈસો લીધા વિના. મહેમાનના રહેવાના ખર્ચથી લઈને ખાવાનો સુધ્ધા ખર્ચ આ ગામવાસીઓ પોતે જ ભોગવે છે.

હજી જસ્ટ, ૪૩ વર્ષ પહેલાં જ એટલે કે, ૧૯૮૦ના સમય પહેલાં સુધી મત્તૂર ગામના લોકો કર્ણાટકની રિજીનલ લેંગ્વેજ એટલે કે કન્‍નડા ભાષાનો બોલચાલમાં ઉપયોગ કરતા હતાં, અને સાથે જ બીજી ભાષા તરીકે તમિલનું ચલણ વધુ હતું કારણ કે, અહીં કામ મેળવવા માટે આવતા મોટાભાગના મજૂરો પાડોશી રાજ્ય તમિલનાડૂથી આવતા હતા.’ ત્યારબાદ ગામમાં સંસ્કૃત ભાષા અંગે એક ચળવળની શરૂઆત થઈ, કારણ કે સંસ્કૃતને લોકો બ્ર્હામણોની જ ભાષા તરીકે ક્રીટીસાઈઝ કરવા માંડ્યા હતા અને કન્‍નડ ભાષાના ઉપયોગને કારણે બ્ર્હામણો પણ સંસ્કૃતને ભૂલવા માંડ્યા હતા. આ સમય દરમિયાન ગામના પૂજારી પેજાવર મૂત્ત દ્વારા ગામવાસીઓને કહેવામાં આવ્યું કે, મત્તૂર ગામને આપણે સંસ્કૃતભાષી ગામ બનાવીએ, અને તમે નહીં માનો, આખા ગામે માત્ર દસ દિવસ સુધી રોજના માત્ર બે કલાક સંસ્કૃતમાં વાત કરવાનું નક્કી કર્યું અને તેનું પરિણામ આજે તમે જોઈ શકો છો. મત્તૂરને સંસ્કૃતભાષી ગામ બનાવવા માટે માત્ર દસ દિવસ રોજના બે કલાક ફાળવ્યા હતા અને આજે મત્તૂર ભારતનું એકમાત્ર સંસ્કૃતભાષી ગામ છે.

ભારતને મત્તુર જેવી જગ્યાઓની જરૂર છે. સંસ્કૃત વિશ્વની સૌથી મહાન અને જૂની ભાષાઓમાં એક છે અને આ ભાષાની ઓળખ માત્ર ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો સુધી મર્યાદિત નથી. દુનિયા માં બોલમાં આવતી અનેક ભાષાઓ સંસ્કૃત માથી જ જન્મ થયો છે. તેથીજ સંસ્કૃતને ભાષાની માતા કહેવામા આવે છે તે દેવોની ભાષા કહેવામા આવે છે.

અહિયાં કહેવાય છે કે પૌરાણીક ભારતને અહી સુરક્ષિત રીતે સાચવવામાંઆવે છે. મત્તુર ગાંવની પાઠશાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે સારા નંબરો મેળવે છે, શિક્ષણ ક્ષેત્રે આ ગામનું કદ, કર્ણાટકના બીજા ગામોથી ઉંચુ રહે છે. આ ગામોના રહેવાસીઓ નરેન્દ્ર મોદીના સી.બી.એસ.ઇ. બોર્ડથી જર્મન ભાષાને દૂર કરીને સંસ્કૃત ભાષા લાગુ કરવાના નિર્ણયોથી ખુબ ખુશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security