Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત...

ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત…

Published by: Rana kajal

ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લા પંચાયત સ્વભંડોળ,૧૫મા નાણા પંચ,ધારાસભ્ય,સાંસદની ગ્રાન્ટ અને નોટિફાઇડની ગ્રાન્ટમાંથી ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં જયોતિનગર કમ્પાંઉન્ડ, રીલીફ સ્ટીલથી બાપા સીતારામ સુધી ગટર લાઈનનું કામ, ભોલાવ ગામને જોડતો મુખ્ય માર્ગ સહીત ૧૭ જેટલા કામો મંજુર કરવામાં આવ્યા હતા જે વિકાસલક્ષી કામોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત અને રીબીંગ કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ નિમિષાબેન અને ડેપ્યુટી સરપંચ સહીત ગ્રામજનો તેમજ જીલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કરવામાં આવેલ વિકાસની કામગીરી ધીમી પડતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યું છે ત્યારે તંત્ર આ કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security