Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.
જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકાર ચૂંટણીની તારીખો જાહેર થતાં એક્શનમાં આવ્યા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે વડોદરા કલેકટર કચેરી ખાતેથી અવસર લોકશાહીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અવસર લોકશાહી રથ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે ફ્લેગ ઓફ કરી રથની શરૂઆત કરી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા કલેક્ટર કચેરીથી અવસર લોકશાહીનો રથ નીકળશે અને રથ અલગ-અલગ ક્ષેત્રોમાં ફરશે. રથ નીકળવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે આ રથ લોકોને જાગૃત કરશે.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )




