Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratમધરાતે પાંચ સિંહે તરાપ મારીને આખલાને પાડી દીધો…પરંતુ શિકાર રહ્યો અધૂરો...ખેડૂતના પડકારા...

મધરાતે પાંચ સિંહે તરાપ મારીને આખલાને પાડી દીધો…પરંતુ શિકાર રહ્યો અધૂરો…ખેડૂતના પડકારા સાંભળી સિંહ ભાગ્યા…

Published by : Rana Kajal

ગુજરાતમાં સિંહોની સંખ્યા અમરેલીમાં સૌથી વધારે નોંધાયા બાદ હજુ પણ સિંહોની સંખ્યા વધી રહી છે. ત્યારે રોજબરોજ સિંહોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગઈરાતે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઇ ગામમાં 5 સિંહ ઘૂસ્યા હતા અને એક આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાંચ સિંહોએ તરાપ મારીને આખલાને પાડી તો દીધો હતો, પરંતુ તેમનો શિકાર અધૂરો રહ્યો હતો. કારણ કે, ખેડૂત જાગી જતાં હાકલા પડકારા કરતાં સિંહોને પાછું ફરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

સિંહો મોટા ભાગે ગાય, ભેંસ, નીલગાય કે વાછરડાનો શિકાર કરતા હોય છે, પરંતુ આ ઘટનામાં આખલાનો શિકાર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ અનેક વીડિયોમાં સિંહો આખલાથી ડરતા હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે, પરંતુ એકસાથે 5 સિંહ હોવાના કારણે આખલાનો શિકાર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતની હિંમતને કારણે આખલાનો જીવ બચી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security