મધ્યપ્રદેશમાં ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra)દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બાબેલે અને આઈટી ચીફ અભય તિવારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા‘ દરમિયાન કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે નારા ફેલાવવા બદલ મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલે અને આઈટી વડા અભય તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ ભાજપના નેતાઓની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ રવિવારે ભોપાલના એમપી નગર સ્થિત ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ કરી હતી.
ભાજપે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા
કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે યાત્રાનો હેતુ માત્ર લોકપ્રિયતા મેળવવા માટે દેશને એક કરવાનો હતો, જ્યારે ભારત જોડો યાત્રાનો કથિત ઉદ્દેશ્ય એક મોટું ગુનાહિત કાવતરું હતું. ભાજપના નેતાઓની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત જોડો યાત્રાનો વાસ્તવિક હેતુ મધ્ય પ્રદેશના ખંડવામાં યાત્રા દરમિયાન સામે આવ્યો, જ્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા.”
રાહુલ-પ્રિયંકા પર પણ કાર્યવાહીની માંગ
ભાજપના નેતાઓની ફરિયાદ પર ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલે અને આઈટી વડા અભય તિવારી વિરુદ્ધ આઈપીસી કલમ 153-બી, 504, 505(1), 505(2), 120-બી વગેરે હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદમાં ભાજપે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કમલનાથ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.




