Home News Update My Gujarat મનસુખ માંડવિયા બોલવી બેઠક કોરોનાના વધતા કેસને લઇ ને કરી ચર્ચા…

મનસુખ માંડવિયા બોલવી બેઠક કોરોનાના વધતા કેસને લઇ ને કરી ચર્ચા…

0

Published by : Vanshika Gor

ગુજરાત રાજયમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધારો આવે છે અને ચિંતા સમાન છે આથી કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી રહ્યા છે.

આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.છેલ્લા ચાર અઠવાડિયાથી દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે 21 રાજ્યોના 72 જિલ્લા રેડ એલર્ટ હેઠળ કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન 12થી 100 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version