- કુટુંબીજનો અને શુભેચ્છકો હવે દવા સાથે દુઆનાં શરણે…
દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત એવાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પરિસ્થિતિ હજી પણ ગંભીર હોવાના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે . દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની સારવાર ડો. નીતીશ નાઈકની દેખરેખ હેઠળ તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. 24 કલાક તબીબો દેખરેખ રાખી રહ્યાં છે. તબીબોના જણાવ્યાં મુજબ રાજુ શ્રીવાસ્તવના શરીરની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ તેમનું બ્રેઈન એટલે કે મગજની બીમારીના પગલે તકલીફો ઉભી થઇ રહી છે. અત્રે નોંધવુ કે ગત તા. 10 ઓગસ્ટના રોજ કસરત કરતાં સમયે રાજુ શ્રીવાસ્તવને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારથી તેમની તબિયત અત્યંત નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. હવે રાજુ શ્રીવાસ્તવના કુટુંબીજનો અને શુભેચ્છકો દવાની સાથે સાથે દુઆ પર ખુબ મોટો આધાર રાખી રહ્યાં છે.