Published By : Patel Shital
- પતિને છોડી કરોડપતિ બની મહેલમાં રહેવાનું સ્વપ્ન જોતી મહિલાને જેલમાં રહેવાના દિવસો આવ્યા…
- સુનિતા પટેલ અને પત્રકારો તોડપાણી કરવા જતાં ભાજપના IT સેલના સભ્ય અને SC મોરચાના જિલ્લા મંત્રી પણ બન્યા ગયા ખંડણીના આરોપી…!!!
- એક ખંડણી કાંડનો ભાંડો ફૂટ્યો…
- આવા અન્ય ખંડણી કૌભાંડ હોવાની સેવાતી શંકા…
તાજેતરમાં અંકલેશ્વરની કંપનીમાં 2 લાખની માંગણી કરવાના એક ખંડણીના પ્રકરણમાં સુનિતા સહિત ૪ લોકો સામે ખંડણીનો ગુન્હો પોલીસે દાખલ કરેલ છે.
ભરૂચ જિલ્લામાં તોડબાજી કરતી ગેંગના કારનામા ઘણી વાર પ્રકાશમાં આવે છે. આવી ગેંગોમાં કેટલીક વાર પત્રકારો પણ સામેલ થઈ પોતાની કલમ પર દાગ લગાવતા હોય છે. ખંડણી કાંડમાં જો સફળતા મળે તો જલસા અને નિષ્ફળતા સાંપડે તો જેલમાં જાય તેવી સ્થિતિ સર્જાય છે. તાજેતરમાં અંકલેશ્વરમાં આવી જ ગેંગ ખંડણીનાં ગુન્હામાં આવી ગઈ છે. આ પહેલા કોરોના કાળના સમયે ગુટખાનો મોટો જથ્થો સંતાડયો હોવાનો આક્ષેપ કરી ખંડણી કરવા જતાં ઝડપાયેલી સુનિતા સુરેશ પટેલ અધિકારી તરીકેની પોતાની ગેંગ સાથે રેડ કરી હતી અને તેમાં પણ તે જેલ કસ્ટડી ભોગવીને આવી છે તેમજ દહેજની એક કંપનીમાં પ્રદૂષિત પાણીનાં સેમ્પલ લેવાનું નાટક કરી તોડપાણી કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેના CCTV ફૂટેજ વાયરલ થયા હતા. અંકલેશ્વર અને પાનોલી GIDC માં બરફની ફેકટરી ઉપર પણ બોગસ રેડ પાડી હતી પણ કંપનીનાં માલિકે આ ગેંગને માફી મંગાવી હતી એટલું જ નહીં સુનિતાએ ભરૂચ જિલ્લામાં ચાલતા સ્પામાં દર માસિક હપ્તો લેવાનો પ્રયાસ કર્યો હતો જેના CCTV સામે આવ્યા હતા
હાલમાં ઉદ્યોગપતિ કિશોરભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે બપોરના સમયે એક મહિલા કે જે અધિકારી હોવાની ઓળખ આપી આવી હતી અને કંપનીના લાયસન્સની માંગણી કરી હતી પરંતુ ફરીયાદીએ લાયસન્સ નહી બતાવતા કહ્યું હતું કે તમારે કેસ રફેદફે કરવો હોય અને અહીંથી જ પતાવી દેવું હોય તો અમોને 4 જણાના 2 લાખ રૂપિયા આપી દો. નહીં તો ફેકટરી બંધ કરાવી દઈશ. ફરિયાદીને શંકા જતાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખને ફોન મારફતે જાણ કરી હતી અને તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ દરમિયાન આ ગેંગ ઉદ્યોગ આલમમાં અનેક લોકો સાથે છેતરપિંડી અને બોગસ અધિકારીઓની ઓળખ આપી રૂપિયાઓની ઉઘરાણી કરી હોય જેનાં કારણે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ખંડણીખોર સુનિતા સુરેશ પટેલ સહિત તેના સાગરિતોની ધરપકડ કરી પોલીસ મથકે લઈ જઈ ખંડણીનો ગુન્હો દાખલ કર્યો હતો. આ બનાવમાં સુનિતા સુરેશભાઈ પટેલ, વિનોદ નાથુભાઈ જાદવ ભાજપ SC મોરચાના જિલ્લા મંત્રી, ભરત દિનેશભાઈ મિસ્ત્રી, ભાજપ IT સેલ સભ્ય મહેન્દ્ર ગોવિંદભાઈ વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.