Published By : Disha PJB
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રત્નકલાકાર પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પત્ની અને પુત્રી નું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થઇ ગયું છે. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજરોજ રત્નકલાકાર પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ યોગીચોક પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વીનું ખોડાભાઈ મોરડીયા જેઓ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલવે છે. તેઓ ગઈકાલે કાઈ કારણોસર તેમની પત્ની, પુત્ર અને પુત્રીને સાથે પોતે પણ અનાજમાં નાખવાની દવા ખાઈ પરિવાર સહીત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ માતા અને નાની પુત્રીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.
આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર.પટેલે જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે સાંજે 5:00 વાગે બની હતી. પોલીસ કંટ્રોલ રૂમને ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવી હતી કે, સીમાડા નહેર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ત્યાં એક જ પરિવારના હોય એવા
ચાર લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ જોતા જ તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ અમારો સર્વેલન્સ સ્ટાફ ત્યાં પોહચી ચારેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું કે, આ રત્ન કલાકાર પરિવારના સભ્યો છે. તેમની પાસેથી અનાજમાં નાખવાની દવા મળી આવી હતી. અને હાલ વહેલી સવારે 45 વર્ષીય માતા શારદાબેન અને પરિવારનો મોટી પુત્રી ટીનુનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. અને 50 વર્ષીય વીનું ખોડાભાઈ મોરડીયા અને તેમનો નાનો પુત્ર ક્રિશ જેઓની સારવાર ચાલી રહી છે. શા માટે પરિવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તો વીનુંભાઈ હોશમાં આવશે ત્યારે જ સાચું કારણ બહાર આવી શકશે. તેઓની અને તેમના પુત્રની બંનેની ICUમાં સારવાર ચાલી રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.