Published By : Parul Patel
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની સોમવારે 483મી જન્મ જ્યંતી નિમિતે મધુલી સર્કલ સ્થિત તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સાહસ, વિરતા, ત્યાગ અને દેશપ્રેમને વરેલા ભારતના વિરપુત્ર મહારાણા પ્રતાપના જયકાર સાથે સ્થળ પર તલવાર બાજી પણ કરવામાં આવી હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પણ રાજપૂત સમાજે તલવારબાજીનું આયોજન કર્યું હતું.




