આજે સિલહટમાં રમાયેલી પ્રથમ સેમીફાઈન મેચમાં ભારતીય ટીમે થાઈલેન્ડને મોટી હાર આપી એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જીત માટે 149 રનનો પીછો કરતા થાઈલેન્ડ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 74 રન જ બનાવી શક્યું હતું. થાઈલેન્ડ તરફથી સુકાની નરુઈમોલ ચાઈવાઈ અને નટ્ટાયા બૂચાથમે 21-21 રન બનાવ્યા હતા.
ભારતની જીતનો હિરો દિપ્તિ શર્મા હતી જેને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ લીધી હતી. તો બેટ્સેમન શેફાલી વર્માએ 28 બોલમાં 42 રન ફટકારી જીતમાં મોટું યોગદાન આપ્યું છે. કેપ્ટન હરમનપ્રીતે 36 રનની ઈનિગ્સ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ ભારતીય બોલરોએ ફાયદો ઉઠાવ્યો અને થાઈલેન્ડને માત્ર 74 રન પર રોક્યું અને જીત મેળવી હતી.




