દહેજ સામંતપોર ગામમાં આવેલી ટાયર મેનુફેક્ચરિંગ ધરાવતી કંપની યોકોહામામાં મહિલા જાગૃતિ, મહિલા સશક્તિકરણ અને સાઇબર ક્રાઇમ અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ભરૂચના પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, પી.આઈ ભાવનાબેન અને પોલીસ સ્ટાફ તથા યોકોહામા કંપનીના પ્લાન્ટ હેડ આદિત્ય શુકલા, કંપનીના અધિકારી અને પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારી ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમમાં એસ. પી. ડો. લીના પાટીલે જણાવ્યું કે સાયબર ક્રાઇમ અને મહિલા અત્યાચાર કઇ રીતે થાય છે અને આમાંથી આપણે સહુ કયી રીતે બચી શકાય? તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને મહિલા કર્મચારીઓને મહિલા અધિકારો વિષે જણાવ્યું અને મહિલાઓને લગતા પ્રશ્નોના સામ સામે નિરાકરણ કર્યું હતું.તથા મહિલા કર્મચારીને જણાવ્યું કે તમને રોજિંદા કાર્ય દરમ્યાન કોઈ તકલીફ પડે તો તમે તાત્કાલિક ભરૂચ પોલીસ અથવા મહિલા પોલીસને મેઈલ આઈ ડી અથવા ટેલિફોન દ્વારા જાણ કરી શકશો.

કાર્યક્રમના અંતમાં કંપનીના પ્લાન્ટ હેડ આદિત્ય શુકલા દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો.




