Published By : Disha Trivedi
સુપરહિટ મૂવી ‘બધાઈ હો’ જેવી જ ઘટના ટોલિવુડની એક્ટ્રેસ આર્યા પાર્વતીના જીવનમાં પણ ઘટી ગઈ. આર્યા પાર્વતીના માતા 47 વર્ષે ફરી ગર્ભવતી થયા.
જોકે માતા બનવા માટે મેડિકલ સાઈન્સ કે બીજે ક્યાંય ઉંમરની કોઈ સીમા બતાવવામાં આવી નથી. મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીની મદદથી હવે તો કોઈ પણ ઉંમરે એક સ્ત્રી માં બની શકે છે.
આર્યા પાર્વતી મલયાલમ સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટ્રેસના જન્મ બાદ તેની માતાને ગર્ભાશયમાં કંઇક ખામી સર્જાતા ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે તે બીજીવાર માતા બની શકશે નહિ.
આયુષ્માન ખુરાનાની મૂવી ‘બધાઈ હો ‘ માં તેના મારા નીના ગુપ્તા 45 વર્ષની ઉંમરે ગર્ભવતી થાય છે અને દીકરીને જન્મ આપે છે. આવી જ ઘટના એક્ટ્રેસ આર્યા પાર્વતીના જીવનમાં પણ ઘટી.
શરૂઆતના સમયમાં પેટ ફૂલવું અને તબિયત થોડી નરમ રહેવાની ઘટનાને તેની માતાએ ગણકારી નહીં અને ઉંમરને કારણે થતું હશે એમ સમજ્યું. પરંતુ, એક દિવસ તેના માતાને મંદિરે દર્શન કરતાં ત્યાં જ ચક્કર આવતા ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા અને ડોકટરે તેમને 7 મહિના સાથે ગર્ભવતી હોવાનું જણાવ્યું.
આ સમગ્ર ઘટનામાં એક્ટ્રેસ અચંબામાં આવી ગઈ હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને સમજ નોહતી પડતી કે તેના માતા પિતા દ્વારા અપાયેલ આ સમાચાર સાંભળીને શું પ્રતિભાવ આપવો.