Published by : Vanshika Gor
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટેના યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર બે દિવસીય દિલ્હીની મુલાકાતે આવ્યા છે. તે પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમજ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરશે અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે અજય બંગાને યુએસ પ્રમુખે નોમિનેટ કર્યા હતા.
અજય બંગા ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે તેમના નામાંકનની જાહેરાત થયાના થોડા જ સમયમાં ભારત સરકારે બંગાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. અજય બંગા લાંબા સમયથી ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે અને હાલમાં તેઓ યુએસના નાગરીક પણ છે.




