Published by : Rana Kajal
- પિતા અને ભાઈ વર્ષોથી જેલમાં હતા… આખરે જેલમાંથી મુક્ત થયા….
કોઇ ગુમ થયેલ કન્યાના 210 હાડકા મળી આવ્યા હોય અને જેના પિતા અને ભાઈ કન્યાની હત્યાના ગુના અંગે જેલમા સબડતા હતા. પરંતું અચાનક કન્યા આવી જતા લોકો અવાચક બની ગયા હતા. પોલીસને નીચું જોવા જેવું થયું હતું. કોઇ ફિલ્મની કથા હોય તેવી આ ધટના મધ્ય પ્રદેશના છિંદવાડા વિસ્તારમા બની હતી.આ વિસ્તારની 14 વર્ષની કન્યા અચાનક ગુમ થઈ હતી. આઠ વર્ષ વીતી ગયા તેમ છતાં કન્યા ન મળી… તેવામાં મધ્ય પ્રદેશ પોલીસે “મુસ્કાન” અભીયાન શરૂ કર્યુ જેમા ગુમ થયેલા બાળકો શોધવાનુ આયોજન કરતા આ ગુમ થયેલ કન્યાની પણ શોધખોળ કરવાની શરૂઆત થતાં પોલીસને કન્યાના પિતા અને ભાઈ પર શંકા ગઇ . પોલીસે એવા આક્ષેપ લગાવ્યા કે કન્યાના પ્રેમ પ્રકરણની જાણ થતાં પિતા અને ભાઈએ મળીને કન્યાની હત્યા કરી હતી. પોલીસે કડક પૂછપરછ કરતાં પિતા અને ભાઈએ હત્યાની કબૂલાત કરી સાથેજ એ જગ્યા પણ બતાવી જ્યાં કન્યાને દાટી દેવામાં આવી હતી.
આ જગ્યાએ ખોદકામ કરતા 210 હાડકા પણ મળી આવ્યા હતા. જેના પગલે પિતા અને ભાઈને જેલમા પુરી દેવામાં આવ્યા હતા…થોડા દિવસો બાદ અચાનક ગુમ થયેલ દિકરી પોતાના ગામમાં પ્રગટ થઈ હતી. દીકરીએ જણાવ્યુ કે તે એક યુવક સાથે પ્રેમ કરતી હતી. જેની સાથે ગામ છોડી જતી રહી હતી. પરંતું યુવક દીકરીને એકલી મૂકીને જતો રહયો. ત્યાં ઍક સદગૃહસસ્થે દિકરીને દત્તક લઈ તેને પોતાના ઘરમાં રાખી હતી. દિકરી ઍક દિવસ બજારમાં ગઇ હતી જ્યાં તેના પિતા અને ભાઈ જેલમા હોવાની જાણ થતાં એ સીધી પોતાના ગામ પહોચી હતી…ગુમ થયેલ દિકરી જીવીત આવતા પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. પરંતું હવે પ્રશ્ન એ ઉભો થયો કે મળી આવેલ 210 હાડકા કોના…?ત્યાં દિકરીના કાકાએ જણાવ્યુ કે તેની પત્નીનુ મોત નિપજતા રીવાજ મુજબ મૃતકને દાટી દેવામાં આવી હતી… મળી આવેલ 210 હાડકા મૃતક પત્નીના હોવાનુ જણાયું હતું