Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeમાવતર ક્માવતર ન થાય ઉક્તિને ખોટુ પુરવાર કરતી શર્મજનક ઘટના…

માવતર ક્માવતર ન થાય ઉક્તિને ખોટુ પુરવાર કરતી શર્મજનક ઘટના…

Published by : Anu Shukla

  • ચાર વર્ષનો પુત્ર બોયફ્રેન્ડ સાથે લગ્નના રસ્તે આવી રહ્યો હતો, માતાએ કરી હત્યા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં એક માતાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ ચાર વર્ષના બાળકની હત્યા કરી નાખી. ઘટના કુલતલી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડાખલી ગામની છે. મંગળવારે સાંજે સ્થાનિક લોકોને બાળકનો મૃતદેહ મળ્યા બાદ લોકોએ જ્યારે તેની માતાને પૂછપરછ કરી તો મહિલા કોઈ જવાબ આપી શકી નહીં. આ પછી વિસ્તારના લોકોએ તેને મારવાનું શરૂ કર્યું, જેના પર તેણે કહ્યું કે તેના પ્રેમીએ બાળકની હત્યા કરી છે. ઘટના બાદથી પ્રેમી ફરાર છે. સ્થાનિક લોકોએ બાળકની હત્યા અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો. પોલીસે હત્યાના આરોપી માતાની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, હત્યાની આરોપી મફુઝા પિયાડા પંદર વર્ષ પહેલા તેના પતિ અલી પિયાડા સાથે કોલકાતા આવી હતી , જ્યાં તે રોજીરોટી મેળવવા મજૂરી કરતી હતી. આ દરમિયાન મફુઝા પિયાડાને અબુલ હુસૈન શેખ નામના વ્યક્તિ સાથે લગ્નેતર સંબંધ હતો. ક્યારેક અબુલ હુસૈન જ્યારે મફુઝાનો પતિ કામ પર જાય ત્યારે તેના ઘરે આવતો હતો. મંગળવારે સવારે પતિ ઘરે ન હોવાથી અબુલ હુસૈન મહિલાના ઘરે પહોંચ્યો હતો અને બંનેએ બીજે જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેનાથી તેનો 4 વર્ષનો પુત્ર નારાજ હતો.

સ્થાનિક લોકોનો આરોપ છે કે બાળક તેની માતા વગર રહી શકતો ન હતો, તેથી મહિલા અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી હતી. બાળકના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. જ્યારે લોકોએ તેની માતાને બાળક વિશે પૂછપરછ કરી તો તેણે કંઈ કહ્યું નહીં, ત્યારબાદ લોકોએ તેને મારવાનું શરૂ કર્યું. આ પછી મફુઝાએ પુત્રની હત્યાની વાત સ્વીકારી હતી, જે બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકનો મૃતદેહ કબજે કર્યો હતો. મફુઝાની ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી અબુલ હુસૈનની શોધ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security