સમગ્ર મીઠાઈઓમા હલવાસન મીઠાઈ અનેક રીતે નોખી પડે છે… ઍક તો એનો સ્વાદ.. અને બીજું એકે માત્ર બે પીસ હલવાસન ખાઈ લો આખો દીવસ ભૂખ નહી લાગે…..
હલવાસન એકમાત્ર એવી મિઠાઈ જે માત્ર કોઈ એક સ્થળે જ બની શકે છે. સ્થળનું નામ છે ખંભાત. આમ કેમ? તેના કારણ જોતા ખંભાતનું હવામાન અને ભાલિયા ઘઉંના ફાડા વગેરે છે હલવાસનનો સ્વાદ તો હવે સમગ્ર વિશ્વમાં પહોંચી ગયો છે સાથેજ જોકોઈ હલવાસનના બે પીસ ખાઈ લે તો આખા દિવસની કેલેરી મળી જશે અને પછી કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે.
ખંભાતનું બંદર ગુજરાત અને ભારતના વ્યાપાર ઉદ્યોગને જગત સાથે જોડતું અતિ મહત્વનું કેન્દ્ર રહ્યુ છે. હાલ બંદર દ્વારા થતો વેપાર ઓછો થયો પરંતુ ખંભાતના હલવાસન, સુતરફેણી અને સુકાભજીયા જેવી વાનગી હજી પણ પ્રખ્યાત છે જ્યોતિષ ગ્રહોના રત્નો અને ઝવેરાત તથા વિવિધ આભૂષણ ખરીદવા માટે પણ દેશ-વિદેશથી લોકો ખંભાત આવે છે. ખંભાતનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણવાયેલો છે ખંભાત પતંગ, અકીક, હીરા બાદ હલવાસન માટે જાણીતું બન્યું ફક્ત ભારતમાં જ નહીં પરંતુ, વિદેશના સ્વાદ ચાહકોમાં પણ ખંભાતના હલવાસનની માંગ ખૂબ વધી રહી છે. ખંભાતના દરિયાકાંઠાનું ભેજયુક્ત હવામાન તેમજ ભાલિયા ઘઉંની વિશેષતાને કારણે ખંભાતનું હલવાસન સરહદપાર વિદેશમાં પણ વધુ પ્રખ્યાત બન્યું છે. હાલનાં સમયમાં પણ સુખડિયા જ્ઞાતિના પરિવારો હલવાસન બનાવે છેખંભાતમાં પેઢીગત મિઠાઈ અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા અને મીઠાઈ ફરસાણના એકધારા આસ્વાદનો દેશ વિદેશના સ્વાદ ચાહકો સુધી પહોંચાડતા સુખડિયા જ્ઞાતિના પરિવારોના કુશળ સ્વાદ પારખુ છે.