Home Ahmedabad મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી ત્રીજી વંદે ભારત ટ્રેન 130 KM થી વધુ ઝડપે...

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી ત્રીજી વંદે ભારત ટ્રેન 130 KM થી વધુ ઝડપે દોડાવી શકાય નહીં, બે જ સ્ટોપેજ હશે, કેટલું ભાડું હશે જાણો…

0
  • એક્ઝિક્યુટિવ વર્ગનું ભાડું ₹2,349, ચેરકારનું ₹1,144 હશે
  • શતાબ્દીના બેઝ ફેર કરતા વંદે ભારત ટ્રેનનું ભાડું 1.4 ગણું વધારે રહેશે
  • ટ્રેનની ઝડપ સાથે ઓછા સમયના યાત્રા માટે માત્ર વડોદરા અને સુરત જ સ્ટોપેજ હશે
  • અમદાવાદ-મુંબઈના ટ્રેક ઉપર સલામત રીતે 130 કિમીની ઝડપે જ ટ્રેન દોડી શકે તેમ હોય 180 કિમી સ્પીડે નહિ દોડે

દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે તેની રોજિંદી રફતારની સફર શરૂ કરશે. મુસાફરીનો સમય ઘટાડવા માટે ટ્રેનના બે જ સ્ટોપેજ વડોદરા અને સુરત હાલ રહેશે.ત્રીજી વંદે ભારત ટ્રેનના મુંબઈ અને અમદાવાદ વચ્ચે માત્ર 2 જ સ્ટોપેજ હશે.જેથી દેશના બે નાણાકીય કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. એક્ઝિક્યુટિવ કલાસ માટે વંદે ભારત એક્સ્પ્રેસનું ભાડું ₹2,349 અને ચેરકારનું ₹1,144 રાખવામાં આવશે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીમાં GST ઉપરાંત રેલવે મુસાફરોએ એક્ઝિક્યુટિવ ક્લાસ માટે બેઝ ફેર તરીકે ₹2,349 અને ચેર કાર માટે ₹ 1,144 ચૂકવવા પડશે.ઝડપ અને આધુનિક સુવિધા સાથે સજ્જ, સ્વદેશી રીતે નિર્મિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેની 491 કિમી લાંબી મુસાફરી દરમિયાન સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે.રેલ્વે દ્વારા નક્કી કરાયેલા ભાડાના માળખા મુજબ, વંદે ભારત મુસાફરોએ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના મૂળ ભાડા કરતાં 1.4 ગણો ખર્ચ કરવો પડશે જ્યારે GST 5 ટકા રહેવાની ધારણા છે.

અમદાવાદથી સુરતનું બેઝ ભાડું એક્ઝિક્યુટિવ ક્લાસ (EC) માટે ₹ 1,312 અને ચેર કાર (CC) માટે ₹ 634 રહેવાની ધારણા છે. અમદાવાદ વડોદરાનું ભાડું ECના ₹1113 અને CC ના ₹ 500 આસપાસ નિયત કરાશે. જ્યારે સુરતથી મુંબઈની મુસાફરી EC માટે ₹ 1,522 અને CC માટે ₹739 હશે.

ICF દ્વારા નિર્મિત વંદે ભારત ટ્રેન મહત્તમ 180 kmphની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે પરંતુ હાલમાં ટ્રેક 130 kmph કરતાં વધુની ઝડપને સમર્થન આપી શકતા નથી. દેશમાં હાલ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કાર્યરત છે. એક નવી દિલ્હીથી કટરા અને બીજી નવી દિલ્હીથી વારાણસી સુધી ચાલે છે. બાયો-વેક્યુમ શૌચાલય અને વાઇ-ફાઇ સેવા સાથેના 16 સંપૂર્ણ વાતાનુકૂલિત કોચને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવનાર છે. કારણ કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે તેના ઉદઘાટન માટે તમામ જરૂરી ફરજિયાત મંજૂરીઓ ઉપલબ્ધ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version